પ્રથમ દિવસે બની રહ્યો છે શુભ સંયોગ, માની પૂજા રચનાથી ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિમોરબી : શારદીય નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાની ભક્તિ અને શક્તિનું પ્રતીક છે. શક્તિ ઉપાસનાના આ પવિત્ર તહેવારમાં દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, અને દરેક ઘર દેવીના સ્વાગત માટે તૈયારી કરે છે. નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપનથી આ તહેવારની શરૂઆત થાય છે. આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત 22 સપ્ટેમ્બર 2025 ને સોમવારથી થશે. તો ચાલો જાણીએ કે, નવરાત્રીમાં મા દુર્ગાનું પૂજા આરાધના પહેલા ક્યારે અને કેવી રીતે ઘટ સ્થાપન કરવું..ઘટસ્થપાનની તિથિ અને સમય પંચાંગ અનુસાર, શુક્લ પક્ષ પ્રતિપદા તિથિ 22 સપ્ટેમ્બરના રોજ 1:23 કલાકે શરૂ થશે અને 23 સપ્ટેમ્બરના રોજ 2:55 કલાક સુધી ચાલશે. સનાતન માન્યતાઓ અનુસાર, ફક્ત સૂર્યોદય સમયે શરૂ થતી તિથિને જ માન્ય માનવામાં આવે છે. તેથી, 22 સપ્ટેમ્બરનો દિવસ ઘટસ્થાપન અને દેવી દુર્ગાની પૂજાનો દિવસ રહેશે.ઘટસ્થપાનનો શુભ સમય સવારે 6:09 કલાકથી 8:06 કલાક સુધીનો રહેશે. આ ઉપરાંત જો કોઈ આ સમયે પૂજા ન કરી શકે તો અભિજીત મુહૂર્તમાં એટલે કે, 11:49 થી 12:38 કલાક સુધીમાં ઘટસ્થપાન કરી શકાય છે. ઘટસ્થપાનની સંપૂર્ણ વિધિ ઘટસ્થપાન પહેલા ઘર અને પૂજાસ્થળની સફાઈ કરવી. સવારે પરોઢિયે સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરવા. ત્યારબાદ પૂજા સ્થળ પર ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મો કરીને બેસવું. નવરાત્રીના પ્રથમ દિવસે બની રહ્યો છે શુભ સંયોગ આ વર્ષે નવરાત્રીની શરૂઆત શુભ માનવામાં આવે છે. કારણ કે, આ દિવસે શુક્લ અને બ્રહ્મ યોગ જેવા સકારાત્મક સંયોગ બની રહ્યા છે. આ યોગ દરમ્યાન પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.