મોરબી: નશીલા પદાર્થનું વેચાણ કરતા અને ગુના આચરી ફરાર આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ અંતર્ગત મોરબી SOGએ મોટી સફળતા મેળવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન. ડી. પી. એસ. ના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપી સાહિલરઝા સલીમભાઈ મુલ્લા/મિયાણા (ઉંમર ૨૩, રહે. મીલપ્લોટ, વાંકાનેર)ની ધરપકડ કરાઈ છે. બાતમી મળ્યા બાદ, SOG ટીમે તુરંત વાંકાનેરના મીલપ્લોટ વિસ્તારમાં તપાસ કરતા આરોપી સાહિલરઝા મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી માટે તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દીધેલ છે.