મોરબી : મોરબીના જોધપર નદી ખાતે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 10 લાખ વૃક્ષો સાથે સમગ્ર ભારત દેશના સૌથી મોટા વનકવચ 'નમો વન' નું નિર્માણ થયું છે ત્યારે મિશન નવભારતના ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યજી તેમજ ગુજરાત મિશન નવભારત અધ્યક્ષ ભાનુભાઈ મેર સાહિતનાઓએ મોરબી જિલ્લા મિશન નવભારતની ટીમ સાથે નમો વનની મુલાકાત લીધી હતી.