મોરબી : પલ્સ હોસ્પિટલ અને આઈ.સી.યુ. દ્વારા સમાજ સેવાના ઉમદા હેતુસર એક નિ:શુલ્ક નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સ્વ. ધોરીબેન કર્મશીભાઈ ગોધવિયાની 23મી પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મરણાર્થે યોજાઈ રહ્યો છે.આ વિશેષ કેમ્પ મંગળવાર, 23 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાશે. કેમ્પનું આયોજન અયોધ્યાપુરી મેઈન રોડ ખાતે જલારામ મંદિરની સામે ત્રીજા માળે સ્નેહ બાળકોની હોસ્પિટલ ઉપર, મધુરકર હોસ્પિટલની બાજુમાં પલ્સ હોસ્પિટલના પરિસરમાં કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 10:00 થી બપોરે 01:00 અને સાંજે 05:00 થી રાત્રે 08:00 સુધી ચાલુ રહેશે. જેમાં પ્રખ્યાત તબીબો ડૉ. ઉમેશ ગોધવિયા (MD Medicine) અને ડૉ. જનવી ગોધવિયા (MBBS) દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને માર્ગદર્શન આપશે. હોસ્પિટલ દ્વારા દર્દીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ કેમ્પમાં આવતી વખતે પોતાની જૂની ફાઈલ, તમામ રિપોર્ટ્સ, અને જો કોઈ દવાઓ ચાલુ હોય તો તેની વિગતો સાથે લઈને આવે, જેથી તબીબોને રોગના ઇતિહાસને સમજવામાં સરળતા રહે અને યોગ્ય સારવાર આપી શકાય. તેમજ વધુ માહિતી માટે, રસ ધરાવતા લોકો 02822- 220120 અથવા 7990643658 નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.