મોરબી: મોરબીના સામાકાંઠાના વિદ્યુત નગર વિસ્તારના રહેવાસીઓ નરેન્દ્રસિંહ જાડેજા અને મનહરસિંહ જાડેજા દ્વારા મોરબી મહાપાલિકાના કમિશનરને લેખિત અરજી આપવામાં આવી છે, જેમાં વિદ્યુત નગરના મેઇન રોડ (ઢાળીએથી વિદ્યુત નગર)નું નામ બદલીને 'રાજર્ષિ મુનિ રોડ' રાખવાની અપીલ કરવામાં આવી છે. અરજદારોએ જણાવ્યું છે કે, રાજર્ષિ મુનિ ગુજરાત અને મોરબી જિલ્લા માટે એક આદરણીય સંત છે. તેમની સ્મૃતિ અને સન્માન જળવાઈ રહે તે માટે આ નામકરણ કરવું જરૂરી છે. આ પગલું લોક લાગણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવે તેમજ આ અરજી દ્વારા મહાપાલિકાને આ મુદ્દા પર વિચારણા કરીને સકારાત્મક નિર્ણય લેવા અપીલ કરાઈ છે.