બંધ પડેલ વાહનોને હાઇવે પરથી ખસેડી ટ્રાફિક હળવો કરાયો મોરબી: હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન, વઘાસિયા, અણીયારી અને સુરજબારી ટોલટેક્સના સંપર્કમાં રહીને ટ્રાફિકનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન, હરીપર અને દેવ સોલ્ટ નજીક રસ્તા વચ્ચે બંધ પડેલા વાહનોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ જાણ થતાં જ, ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ, સુરજબારી ટોલટેક્સ પેટ્રોલિંગ મોબાઈલની ટીમના સહયોગથી આ વાહનોને તાત્કાલિક હાઈવે પરથી ખસેડીને સાઈડમાં કરવામાં આવ્યા હતા. આ કામગીરીને કારણે, હાઈવે પરનો ટ્રાફિક ફરીથી પૂર્વવત થયો હતો. આ કામગીરીમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.બી. ઠક્કર, ડ્રાઈવર સાલે મામદભાઈ, સુરજબારી ટોલ પ્લાઝાની નરેશભાઈની ટીમ અને જી.આર.ડી.ના જાન મહંમદ અને રિયાઝભાઈ જોડાયા હતા.