મોરબી : મોરબીમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે શહેરના નવલખી રોડ ખાતે ત્રિ-મંદિર સામે બ્રહ્મપુરી સોસાયટી દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી શહેરના તમામ ભુદેવ પરિવારોને આ મહોત્સવમાં પધારવા બ્રહ્મપુરી સોસાયટી યુવા ગૃપ તેમજ ધવલ પંડ્યા અને રાહુલ જોશી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.