મોરબી: મોરબી મહાપાલિકા દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' થીમ હેઠળ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાયો હતો.આ મેડિકલ કેમ્પમાં વિવિધ સેવાઓ જેવી કે એન.સી.ડી. સ્ક્રીનિંગ, નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ, સગર્ભા અને બાળકોનું રસીકરણ, એનિમિયા સ્ક્રીનિંગ અને સારવાર, ટી.બી. સ્ક્રીનિંગ, તેમજ વચવંદના અને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતાં આ ઉપરાંત, લેબોરેટરી તપાસ અને વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. આરોગ્ય અધિકારીએ યાદીમાં જણાવ્યું છે કે વધુમાં વધુ નાગરિકો આ કેમ્પનો લાભ લે તે માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકે છે.