ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં બનેલો બનાવમોરબી : મોરબી શહેરના નેશનલ હાઇવે નજીક આવેલ જનકપુરી સોસાયટીમાં ચાર શખ્સોએ પોલીસને હથિયાર અંગે બાતમી આપ્યાનો ખાર રાખી છરી વડે હુમલો કરી યુવકને ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી કચ્છ નેશનલ હાઇવે ઉપર જનકપુરી સોસાયટીમાં રહેતા ફરિયાદી મનોજભાઈ ઉર્ફે શનિભાઇ બળદેવભાઈ સોલંકી ઉ.40 નામના યુવાન ઉપર અગાઉ હથિયાર સાથે ઝડપાયેલા આરોપી પાર્થ અમિતભાઇ અને અમિતભાઇ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ પોલીસને બાતમી આપી હોવાની શંકાએ હીંચકારો હુમલો કરી છરીના ત્રણ ઘા મારી દેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.