મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 20 સપ્ટેમ્બર ને શનિવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, મગ અને ચણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 165 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1421 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 130 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 552 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 144 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 2000 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 965 રૂપિયા, જીરુંના 3500, મગના 1416 અને ચણાના 1047 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 800 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 300 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.