મોરબી: મોરબીના નવી પીપળી ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતા શુભમ રવજીભાઈ સાણંદિયા (ઉંમર વર્ષ 14) ગઈકાલે બપોરે 01:30 વાગ્યા આસપાસ ધ્રાંગધ્રા બાયપાસ નજીકથી ગુમ થયેલ છે. જે કોઈને જોવા મળે તેમણે મોં. નં. 6359842228 અથવા 9316212014 પર સંપર્ક કરવા જણાવાયુ છે. જે અંગે પોલીસ અરજી પણ કરવામાં આવેલ છે. અરજીમાં જણાવ્યા મુજબ ગુમ થયેલ બાળકના મામા ભરતભાઈ શુભમને ઉમા ભવન ખાતે હોસ્ટેલમાં મુકવા ગયા હતા. પરંતુ શુભમને ભણવામાં રસ ન હોય જેથી તે હોસ્ટેલની દીવાલ કૂદીને ભાગી ગયેલ છે તેવું ગ્રહપતિએ ફોન દ્વારા જણાવ્યું હતું. આસપાસના તમામ વિસ્તારમાં શોધખોળ કરવા છતાં શુભમ મળી આવ્યો નથી. જેથી કોઈપણને જોવા મળે તો જાણ કરવા અપીલ કરાઈ છે.