મોરબી : આજ રોજ હડમતીયા કન્યા તાલુકા શાળામાં વિદ્યાર્થીનીઓમાં મહિલા અને બાળ અધિકાર, સાયબર સેફ્ટી અને 'બેટી બચાઓ, બેટી પઢાઓ' જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ડિસ્ટ્રીક કો ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી અને જેન્ડર સ્પેશિયાલિસ્ટ ઉર્વીશા પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીનીઓને મહિલાઓ અને બાળકોના કાયદાકીય અધિકારો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, વર્તમાન સમયની જરૂરિયાત મુજબ સાયબર સેફ્ટી અને મોબાઈલના સુરક્ષિત ઉપયોગ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. સાયબર બુલીંગ, ઓનલાઈન છેતરપિંડી અને સોશિયલ મીડિયાના દુરુપયોગથી કેવી રીતે બચવું તે અંગે તેમણે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અંતર્ગત બે તેજસ્વી વિદ્યાર્થીનીઓ - ખાખરીયા જાનુ વિપુલભાઈ અને ચાવડા અંજની જેઠાભાઈ - ને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માનથી અન્ય વિદ્યાર્થીનીઓને પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી હતી.કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આવા જાગૃતિ કાર્યક્રમો વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.