મોરબી : મોરબીથી ગોરખીજડીયા, વનાળિયા, માનસર અને નારણકા તરફ જતો રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રોડની સ્થિતિ એટલી ખરાબ છે કે, વાહનો ચલાવવા પણ મુશ્કેલ છે. રોડ પર ધુળની ડમરીઓ ઉડી રહી છે. જાગૃત નાગરિકના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા આ રોડ ડબલ પટ્ટીનો મંજૂર થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતું ઘણા વર્ષો થયા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.મોરબીથી નજીક આવેલા ગામડાઓના રોડની આ હાલતના કારણે દરરોજ અહીંથી આવન-જાવન કરતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જાગૃત નાગરિકના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા રોડનું કોઈ સમારકામ કરવામાં આવતું નથી. લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન થતાં હમણાં થોડા ખાડાઓ બુરવામાં આવ્યા છે. પરંતુ રોડ નવો બનાવવાનું કે સમારકામ કરવાનું કામ કરવામાં આવતું નથી. જેથી સત્વરે આ રોડને રિપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે તેવી ઉગ્ર માગ કરવામાં આવી છે.