મોરબી : લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો હતો. લાલપર મેડિકલ કેમ્પ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રીવાસ્તવ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.કોટડીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલા આ કેમ્પમાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયા, કેતનભાઈ, મેહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.ડો.રાધિકાબેન વડાવીયાએ લોકો તંદુરસ્ત આરોગ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું અને ધારાસભ્ય અને અરવિંદભાઈએ સૌ સગર્ભા બહેનો અને બાળકો સ્ક્રિનિંગ કરાવે અને નિયમિત તપાસ કરાવે અને લોકો બહોળો લાભ મેળવે તેવી અપીલ કરી છે. આ કેમ્પને સફળ બનાવવા આરોગ્યકર્મી દિપકભાઈ, સીમાબેન, પાયલબેન, રસીકભાઈ, અનિલભાઈ, હાર્દિકભાઈ, ધ્રૃતિબેને ભારે જહેમત ઉઠાવી હતી.