મોરબી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા તારીખ 18/09/2025 ના રોજ નાની વાવડીની વેદાંત સ્કૂલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ, તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી પાર્થભાઈ ગડારા અને અનિલભાઈ વિઠલાપરાએ હાજર રહી બાળકોને વ્યસન વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વિદ્યાર્થીઓ પાસે પોતે વ્યસન ના કરવું તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના સંકલ્પ લેવડાવ્યા હતા .કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક હર્ષદભાઈ ગામી તથા આચાર્ય પ્રવીણભાઈ મેરજા અને અશોકભાઈ વિઠલાપરા તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.