હળવદ : આજે હળવદની ઉમા કન્યા છાત્રાલયના મેદાનમાં આસ્થા સ્પિનટેક્ષ આયોજિત મોરબી જિલ્લામાં સૌ પ્રથમવાર ગુજરાતની સૌથી મોટી ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગની શરૂઆત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં 16 ટીમ ભાગ લઈ રહી છે. જેમાં નેશનલ લેવલના 270 જેટલા મહિલા ખેલાડીઓ રમી રહ્યા છે.આ સ્પર્ધા તા.18/9/25 થી 21/9/25 સુધી ચાલશે. રમતગમત અધિકારી કિશન દલસાણીયાના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજાઈ રહી છે. આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે આસ્થા સ્પિનટેક્ષના એમ.ડી. જશુભાઈ પટેલ, હળવદ મામલતદાર અલકેશ ભટ્ટ, જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની, પાટીદાર અગ્રણી રણછોડભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, ધનજીભાઈ ભોરણીયા, મહિલા પી.આઈ. કાનાણી મેડમ, નગરપાલિકા પ્રમુખ ફોરમબેન સહિતના અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આસ્થા સ્પિન્ટેક્ષના એમ. ડી. જશુભાઈ પટેલ તથા તેમની ટીમ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે.