મોરબી : ભારત સરકાર દ્વારા 2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીને જન્મ જયંતીએ શ્રદ્ધાંજલિ આપવા ભારતભરમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવાને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરના રોજ ટ્રાન્સપોર્ટ હબની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા આજે તારીખ 18 સપ્ટેમ્બરના રોજ મોરબી મહાનગરપાલિકાના સ્ટાફ તથા ન્યૂ એરા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ રીતે 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અંગેની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.