મોરબી: મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક વિશાલ ફર્નિચર વાળા રસ્તા પર ગટરના ગંદા પાણી ભરાયા છે. છેલ્લા બે મહિનાથી આ સમસ્યા યથાવત છે. જેના કારણે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. તેમજ સ્થાનિકોને દુર્ગંધના કારણે ખૂબ હાલાકી પડી રહી છે. સ્થાનિકોએ આ અંગે રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાના આક્ષેપો કરાયા છે. આ ઉપરાંત, રસ્તો પણ બિસ્માર હાલતમાં હોવાનું જણાવાયું છે. ત્યારે આ સમસ્યાઓને ધ્યાને લઈ મહાપાલિકા સમક્ષ ત્વરિત કામગીરી કરવાની માંગ કરાઈ છે. જેથી સ્થાનિકોને ગંદકીમાંથી છુટકારો મળે.