દેવદયા ચેરિ. ટ્રસ્ટ-વાકાંનેર, ડી મોનફોર્ટ યુનિવર્સિટી લંડન અને હળવદ કા રાજા ગણપતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજનહળવદ : આજ રોજ દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેર, ડી મોનફોર્ટ યુનિવર્સિટી લંડન અને 'હળવદ કા રાજા' ગણપતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે હળવદના શ્રી લોહાણા મહાજન વાડી ખાતે કાનની તપાસનો કોમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જેઓને સાંભળવાની તકલીફ હોય તેવા લોકોને હિયરિંગ એડ મશીન ફ્રીમાં આપવામાં આવ્યા હતા.અંદાજે 60 દર્દીઓને આ હિયરિંગ એડ મશીન ફ્રીમાં આપવામાં આવ્યા હતા. આયોજકોના જણાવ્યા પ્રમાણે એક હિયરિંગ એડ મશીનની કિંમત 1 લાખ રૂપિયા છે. તેવા 60 મશીન દર્દીઓને આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં વિદેશના ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પના પ્રારંભે આ તમામ ડોક્ટરોએ પ્રાર્થના કરી અને કેમ્પની શુભ શરૂઆત કરી હતી અને ઇંગ્લિશ અને ગુજરાતી ભાષાંતર માટે દુરભાષી તરીકે ઇંગ્લિશ ટીચર પ્રકાશભાઈ સોલંકી અને અક્ષયભાઈ ચૌહાણએ સેવા આપી હતી અને શ્રી લોહાણા મહાજન વાડીના ટ્રસ્ટીઓએ એસી હોલ નિઃશુલ્ક સેવા કાર્ય માટે ઉપયોગમાં આપ્યો હતો અને હળવદ કા રાજા ગણપતિ સમિતિએ સ્થાનિક વ્યવસ્થા સંભાળેલ હતી. આ કેમ્પને સફળ બનાવવા સૌએ જહેમત ઉઠાવી હતી.