ટંકારા : ટંકારાના જૈન ઉપાશ્રય ખાતે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા કાનની તપાસનો કેમ્પ યોજાયો હતો. જેમાં ઓછું સાંભળતા દર્દીઓને વિનામૂલ્યે કાનનું મશીન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી લિસેસ્ટર યુકેથી આવેલા વિદેશી ડોક્ટરોએ દર્દીઓને તપાસીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો હતો.