મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 18 સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, રાય, મગ, ધાણા, ચણા અને ગુવાર બી ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 101 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1331 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 193 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 557 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 52 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1806 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 1004 રૂપિયા, જીરુંના 3470, બાજરાના 493, રાયના 1491, મગના 1388, ધાણાના 1132, ચણાના 1046 અને એરંડાના 902 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 800 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 460 રૂપિયા, ટામેટાના 340 રૂપિયા, કોબીજના 360 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.