પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓ માટે રોબોટીક સર્જન ડો.ધૈવત વૈષ્ણવ આપશે સેવામોંઢા અને ગળાના કેન્સર, ફેફસાનાં કેન્સર, સ્તન કેન્સર, આંતરડા તથા મળમાર્ગના કેન્સર, ગર્ભાશયના મુખ અને અંડાશયના કેન્સરનું ડો.મનોહર ચારી કરશે સચોટ નિદાનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે શ્રેષ્ઠ સારવાર માટે અમદાવાદ જવાની જરૂર નથી. કારણકે અમદાવાદની સુપ્રસિદ્ધ ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા મોરબીમાં કાલે શુક્રવારે મેગા કેમ્પ યોજવામાં આવશે. જેમાં ગુજરાતના બે નિષ્ણાંત તબીબો ઓપીડી યોજવાના છે. તો ઘરઆંગણે યોજનાર આ કેમ્પનો લાભ લેવાનું ચૂકશો નહિ. મોરબીમાં શનાળા રોડ ઉપર એપલ હોસ્પિટલના બીજા માળે ડો.જયેશ સનારીયાની સ્પર્શ ક્લિનિકમાં ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા તા.19 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન ખાસ કેમ્પ યોજનાર છે. આ કેમ્પમાં ગુજરાતના જાણીતા લેપ્રોસ્કોપીક અને રોબોટીક સર્જન ડૉ. ધૈવત વૈષ્ણવ (MS, DNB -Surgical Gastroenterology) સેવા આપવાના છે. તેઓ પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓના લક્ષણો, નાના અને મોટા આંતરડાના જટિલ તથા કેન્સરના રોગો, અન્નનળી અને હોજરીના રોગોનું નિદાન કરશે. તેઓ રોબોટિક્સ અને લેપ્રોસ્કોપી દ્વારા અદ્યતન તથા સુરક્ષિત સારવાર કરવા માટે જાણીતા છે.આ સાથે તમામ પ્રકારની કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને આધુનિક ઈમ્યુનોથેરાપીના નિષ્ણાંત ડો.મનોહર ચારી પણ સેવા આપવાના છે. તેઓ 20 વર્ષમાં એક લાખથી વધુ કિમોથેરાપી આપવાનો અનુભવ અને કેન્સરના 25000 થી વધુ નવા કેસોની સારવાર કરવાનો અનુભવ ધરાવે છે. આ કેમ્પમાં તેઓ મોંઢા અને ગળાના કેન્સર, ફેફસાનાં કેન્સર, સ્તન કેન્સર, આંતરડા તથા મળમાર્ગના કેન્સર મગજમાં ગાંઠ, લીવર, કીડની તથા પ્રોસ્ટેટ કેન્સર, ગર્ભાશયના મુખ અને અંડાશયના કેન્સર, ચામડી- હાડકાના કેન્સર સહિતના રોગોનું સચોટ નિદાન કરશે. તો આ મેગા કેમ્પનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો.કેમ્પ તા. 19 સપ્ટેમ્બરસમય : સાંજે 4થી 6 સ્થળ : સ્પર્શ ક્લિનિકબીજો માળ, એપલ હોસ્પિટલ,શનાળા રોડ, મોરબીરજિસ્ટ્રેશન માટે : મો.73596 30003