મોરબી : આગામી તારીખ 21 સપ્ટેમ્બર ને રવિવારે બપોરે 3 કલાકે મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ મોરબી દ્વારા 8મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરાયું છે. આ સન્માન સમારોહ મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ સમાજવાડી ખાતે યોજાશે. જેમાં વ્યાસ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને તમામ વિદ્યાર્થીના પરિવારો ઉપસ્થિત રહેશે. તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.