મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ કાલે તા. 18 સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં લેન્ઝ અને સિલ્ક ફીડર સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.