મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મ દિવસની મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી., મોરબી (મયુર ડેરી) ના તાબા નીચે આવતી દૂધ મંડળીઓના દુધ ઉત્પાદકો દ્વારા માનનીય વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે.પ્રાથમિક કૃષિ વિષયક સહકારી મંડળીઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે શરૂ કરવામાં આવેલ CSC ની સુવિધા, અનાજ સંગ્રહ માટે મોટા કદના ગોડાઉન બનાવવા માટે સહાય યોજના, પાણી સમિતિની રચાના, જન ઔષધિ કેન્દ્ર વિગેરે જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ (ઇનીશીયેટીવ) થી સભાસદોને તથા મંડળીઓને થયેલ લાભ બદલ વડાપ્રધાનનો આભાર માનવામાં આવ્યો છે. આ સાથે 0% વ્યાજ સહાયથી મળતા પાક ધિરાણથી ખેડૂતને થયેલ લાભ બદલ વડાપ્રધાનનો આભાર માનવામાં આવ્યો છે.આ માટે ડો. બી. એન. પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.(મયુર ડેરી), માર્કેટીંગ યાર્ડ-મોરબી, મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., માળીયા (મીં.) તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., તથા મોરબી વિભાગ સેવા સહકારી મંડળી લી., મોરબી દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મ દિવસની શુભેચ્છા પોસ્ટ કાર્ડ લખી કરી શરૂઆત કરવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયુ છે.