વિકાસ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી, ગ્રુડા તથા ફાયર NOC અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાશેમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 20 સપ્ટેમ્બરને શનિવારના રોજ સાંજે 5 વાગ્યે મોરબી મહાનગરપાલિકાની ઈસ્ટ ઝોન ઓફિસ ખાતે ટાઉન પ્લાનિંગ શાખાનું સેમિનાર યોજાશે. આ સેમિનારમાં વિકાસ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી, ગ્રુડા તથા અન્ય ટાઉન પ્લાનિંગ તથા ફાયર એન.ઓ.સી. સંબંધિત કામગીરીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. મોરબી શહેરમાં ટાઉન પ્લાનિંગ સંબંધિત કામગીરી કરતા તમામ એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ તથા પી.ઓ.આર.ને ઉપસ્થિત રહી માર્ગદર્શનનો લાભ લેવા આમંત્રણ છે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.