ટંકારા : રક્તદાન મહાદાનના સૂત્રને સાકાર કરવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી તેમજ ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજવવા માટે ટંકારા શૈક્ષણિક અને કર્મચારી પરિવાર દ્વારા 16 સપ્ટેમ્બર, 2025ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના તમામ વર્ગો અને સામાજિક સંસ્થાના 135 થી વધુ રક્ત દાતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાંથી 113 બોટલ રક્ત એકત્રિત કર્યુ હતું. ટંકારા તાલુકામાં સંકલન સમિતિ (સંયુક્ત મોરચા)ના નેજા હેઠળ ઓરપેટ કન્યા વિદ્યાલય, ટંકારા ખાતે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કર્મચારીઓ, રાજકીય આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી. આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના વિવિધ વર્ગો અને સામાજિક સંસ્થાઓએ સક્રિય ભાગીદારી દર્શાવી, જેના કારણે આ કેમ્પ અત્યંત ઉત્સાહપૂર્ણ અને સફળ રહ્યો હતો.