મોરબી : મોરબીની ધી વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલમાં આગામી તારીખ 19 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ સવારે 8 થી બપોરે 1 કલાક સુધી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત-વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરવામાં આવશે. કુલ 98 કૃતિ (પ્રોજેક્ટ, વર્કિંગ મોડેલ્સ) 188 બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાશે.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ. મોતા, અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબીના પ્રાચાર્ય વી.વી. સુરેલિયા, શિક્ષણ નિરીક્ષક પી.વી. આંબરીયા ઉપસ્થિત રહેશે. તો આ પ્રદર્શન નિહાળવા સમગ્ર શાળા પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.