મોરબી : રાષ્ટ્રીય પોષણ માસ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત પીપળી ગામની આંગણવાડીના મુખ્ય સેવિકા ક્રિષ્નાબેન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના તબીબી અધિકારી ડો. હર્ષિતા ડી. ભટ્ટ તેમજ આંગણવાડી વર્કર બહેનો દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ વાનગીઓની સ્પર્ધા, સંતુલિત આહાર, પોષણ, રસીકરણ, આર્યન તથા ફોલિક એસિડ દવાનું મહત્વ, સ્વચ્છતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ થાળી, ફળ-ભાજી તથા દાળ-અનાજના ઉપયોગ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામજનોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા મળી હતી અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.