મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જીજે - 36 - એએફ - 5679 નંબરની હ્યુન્ડાઇ વેન્યુ કાર ચેક કરતા કારમાં બેઠેલા આરોપી ઋતુરાજસિંહ ખોડુભા વાઘેલા રહે.શક્ત શનાળા અને આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરુભા ટાવર નટુભા જાડેજા રહે.સામાકાંઠે, હાઉસિંગ બોર્ડ વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 375 મીલી ભરેલી બોટલ કિંમત રૂપિયા 300 મળી આવતા પોલીસે 5 લાખની કાર સહિત 5,00,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી અનુભાઈ નામની વ્યક્તિ નાસી જતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.