મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા મોરબી જિલ્લામાં સુવર્ણ પ્રાશનના ટીપા તથા ગર્ભવતી મહિલાને તેમના ગર્ભસ્ત શિશુના વિકાસ માટેના ટીપા પીવડાવવા માટે નિ:શુલ્ક કેમ્પનું આયોજન આવતીકાલ તારીખ 17 સપ્ટેમ્બર ને બુધવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું છે.જેમાં મોરબીના અલગ અલગ ચાર સ્થળોએ આ કેમ્પ યોજાશે. આવતીકાલે 17 સપ્ટેમ્બર ને બુધવારે સવારે 9 થી 12 વાગ્યા સુધી મોરબીના કુબેરનગર નવલખી રોડ પર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે, વાવડી રોડ પર બાપાસીતારામ વાળી શેરીમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે, ઉમા ટાઉનશિપના ઉમિયા માતાજીના મંદિરે તથા રવાપર રોડ પર બાલકેશ્વર મહાદેવ મંદિર ખાતે આ ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે. તો વધુને વધુ બાળકો અને સગર્ભાઓને આ કેમ્પનો લાભ લેવા જણાવ્યું છે.