વાંકાનેરના રાજવી પરિવારના મહારાજા, રાજ્યસભાના સંસદનું લોહાણા સમાજના અગ્રણીઓએ કર્યું સન્માન મોરબી : મોરબીના જલારામ ધામ ખાતે શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પ.પૂ. રત્નેશ્વરીદેવીજીના વ્યાસાસને કરવામાં આવ્યુ છે ત્યારે વાંકાનેર રાજવી પરિવારના મહારાજા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ જલારામ ધામ ખાતે ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ લોહાણા સમાજના સ્વ.રસિકલાલ અનડકટ તથા મોરબી લોહાણા સમાજ પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વાંકાનેર આવ્યા ત્યારે સ્વ.રસિકલાલ અનડકટે તેમણે રાજકારણમાં પ્રવેશવા પ્રેરીત કર્યા હતા, તે ઉપરાંત લોહાણા સમાજના અગ્રણીઓએ સમગ્ર પંથકના વિકાસમાં અનન્ય ફાળો અર્પણ કર્યો છે તેવું તેમણે ઉમેર્યુ હતુ. મોરબી જલારામ ધામની સેવાકીય પ્રવૃતિઓને પણ તેઓએ બિરદાવી સંસ્થાના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સ્વ.રસિકલાલ અનડકટ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આગામી સમયમાં સંસ્થા ના અગ્રણીઓ સાથે ના આ જુના સંબંધો વધુ નિકટ બનશે તેવું તેમણે જણાવ્યુ હતું.મોરબી જલારામ ધામ ખાતે વિશેષ ઉપસ્થિત વાંકાનેર રાજવી પરિવાર નાં મહારાજા-રાજ્યસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનું મોરબી લોહાણા સમાજના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી (પ્રમુખ- લોહાણા મહાજન-મોરબી), હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ- લોહાણા મહાજન-મોરબી), ભાવીનભાઈ ઘેલાણી (ભાજપ અગ્રણી), રમણીકભાઈ ચંડીભમર (ટ્રસ્ટી- લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી), પ્રતાપભાઈ ચગ (ટ્રસ્ટી- રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી), કીશોરભાઈ ચંડીભમર (અગ્રણી-જલારામ ધામ-મોરબી), નવીનભાઈ રાચ્છ (ઉપપ્રમુખ- લોહાણા મહાજન-મોરબી), પપ્પુભાઈ ચંડીભમર (પૂર્વ પ્રમુખ- રઘુવંશી યુવક મંડળ-મોરબી, ચિરાગભાઈ રાચ્છ (અગ્રણી-અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી), નિર્મિતભાઈ કક્કડ (પ્રમુખ- જલારામ સેવા મંડળ-મોરબી), પારસભાઈ ચગ (ઉપપ્રમુખ- જલારામ સેવા મંડળ-મોરબી), અનિલભાઈ સોમૈયા (પ્રોજેક્ટ ચેરમેન તથા મહામંત્રી- જલારામ સેવા મંડળ-મોરબી), નિરવભાઈ હાલાણી (અગ્રણી- લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી), હસુભાઈ ચંડીભમર (લોહાણા સમાજ અગ્રણી), સુનિલભાઈ પુજારા (સંચાલક- જલારમા વેવિશાળ માહિતી કેન્દ્ર-મોરબી), નરેન્દ્રભાઈ પાઉ (અગ્રણી- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા એકતાએ જ લક્ષ્ય સંગઠન-મોરબી), જયંતભાઈ રાઘુરા (વરિષ્ઠ ઉપપ્રમુખ- જલારામ સેવા મંડળ-મોરબી), અનિલભાઈ ગોવાણી (સહમંત્રી- જલારામ સેવા મંડળ-મોરબી), કીશોરભાઈ ઘેલાણી (ખજાનચી-જલારામ ધામ-મોરબી), મનોજભાઈ ચંદારાણા (સહમંત્રી- જલારામ સેવા મંડળ-મોરબી), વિપુલભાઈ પંડીત, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ, દરેક પોથી યજમાનો, ભાવનાબેન સોમૈયા (પ્રમુખ- જલારામ ધામ મહિલા મંડળ-મોરબી) સહીતનાં લોહાણા સમાજના અગ્રણીઓ ઉપરાંત સી.ડી.રામાવત (રામાનંદીય સમાજ અગ્રણી) , ડો.બી.કે.લહેરુ (બ્રહ્મ સમાજ અગ્રણી), કે.પી.ભાગીયા (પટેલ સમાજ અગ્રણી), જયેશભાઈ કંસારા (કંસાર સમાજ અગ્રણી) સહીતના અગ્રણીઓ દ્વારા અદકેરુ સન્માન કરવામાં આવ્યુ હતું.