મોરબી : મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા.17 સપ્ટેમ્બરને બુધવારના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં મહેન્દ્રનગર જેજીવાય ફીડર સવારે 8 થી બપોરનાં 4 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં સોમનાથ પાર્ક, પ્રભુકૃપા રેસીડન્સી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, રામધન આશ્રમ સામેના કોમર્શિયલ કોમ્પ્લેક્ષો વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.