વિષ્ણુ મહાયજ્ઞ, નર્મદા પુરાણ, રામાયણ, ભાગવત અને કુમકુમ બાવની એમ વિવિધ કાર્યક્રમો યોજાશેમોરબી : મોરબીના નર્મદાપુત્ર સાવરિયા મહારાજ દ્વારા મૃત્યુંજય આશ્રમ, અમરકંટક, મધ્યપ્રદેશ ખાતે વિષ્ણુ મહાયજ્ઞ, નર્મદા પુરાણ, રામાયણ, ભાગવત અને કુમકુમ બાવની એમ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું પ્રારંભ તા. 22-9-2025થી થશે. તેમજ પુર્ણાહુતી તા. 30-9-2025ના રોજ થશે. આ કાર્યક્રમમાં પ્રથમ સેવક તરીકે સંધ્યાબેન મેઘમણી, દહેજ, કન્યા અજંતા કલોક, ડો. ભગુભાઈ પ્રજાપતિ મહાન કેળવણી કાળ ભારત, નટવરસિંહ માધવસિંહ ખેર, દીપસિંહજી દરબાર, રાજકુમાર અંભેટા, હેમંતભાઈ રાવજીભાઈ પ્રજાપતિ, કલેક્ટર નર્મદા, એડિશનલ કલેક્ટર નર્મદા, મહંત શૂળપાણેશ્વર મહાદેવ મંદિર, ભક્તજનો, ગણેશ રૂગનાથ કાસુદ્રા આમરણ, સિન્ડિકેટના સભ્ય વિમલ શાહ, હસમુખભાઈ પટેલ નવસારી, સંજય ગાંધી મેઘમણી, નંદલાલ જેઠલોજા, ભૌતિકભાઈ, વિશ્વવંદનીય શ્રી શ્રી 1008 અનંત વિભૂષિત મહામંડલેશ્વરના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાશે.