શિડ્યુલ-3માં આવતી તમામ મિલકત માટે 30 દિવસમાં સર્ટિફિકેટ મેળવી લેવું પડશેમોરબી : મોરબી મહાનગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા શિડ્યુલ-3 મુજબના મોરબી મનપા હદ વિસ્તારમાં આવતી તમામ બિલ્ડિંગો/એકમોના માલિક, કબ્જેદાર, ભોગવનાર, સંચાલકો, સંસ્થાના ટ્રસ્ટીઓને જાહેર નોટિસ આપીને હાઈકોર્ટમાં ચાલી રહેલા PL-118/2020 અનુસંધાને હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકમ અન્વયે સંબંધિત બિલ્ડિંગ કે જે શિડ્યુલ-3માં આવતી હોય તથા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ રૂલ્સ 2021ના પ્રવર્તમાન કાનૂની જોગવાઈઓ મુજબ જરૂરી જગ્યા ઉપર પોર્ટેબલ ફાયર ફાઈટિંગના સાધનો/ સંપૂર્ણ ફાયર પ્રિવેન્શન-પ્રોટેક્શન સિસ્ટમ પૈકી જરૂર હોય તે લગાવી જે તે બિલ્ડિંગના માલીક, સંચાલકો કે જેઓએ પોતાની બિલ્ડિંગની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવેલા નથી અથવા સર્ટિફિકેટની મુદ્દત પૂર્ણ થઈ હોય તો સત્વરે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી લેવા જાહેર નોટિસથી જણાવાયું છે.શિડ્યુલ-3માં આવતી પ્રિમાઈસીસ જેમ કે 15 મીટર અને તેથી વધુ ઉંચાઈ ધરાવતી બધી ઉંચી ઈમારતો અને ખાસ ઈમારતો એટલે કે હોટેલ, શૈક્ષણિક, સંસ્થાકીય, વ્યવસાય, વેપાર, સંગ્રહ, જોખમી અને મિશ્ર કબજાવાળી ઈમારતો, જ્યાં આ ઈમારતોમાંની કોઈપણ એક અથવા વધુ માળ પર 500 મીટરથી વધુ ફ્લોર એરિયા ધરાવે છે. 9 મીટર અને તેથી વધુ ઉંચાઈ ધરાવતી શૈક્ષણિક ઈમારતો, 9 મીટર અને તેથી વધુ ઉંચાઈ ધરાવતી સંસ્થાકીય ઈમારતો, બધી એસેમ્બલી ઈમારતો, બધી બહુમાળી કાર પાર્કિંગ, ફેક્ટરી એક્ટ 1948 હેઠળ આવરી લેવામાં ન આવતી બધી જોખમી ઈમારતો, કોઈપણ ફ્લોર પર 300 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતી આકસ્મિક એસેમ્બલી ઓક્યુપન્સી ધરાવતી ઈમારતો, બે ભોંયરાઓ અથવા 500 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતી કે એક ભોંયરા ધરાવતી ઈમારતોને આ જાહેર નોટિસ ધ્યાને લેવા જણાવાયું છે.ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માટે gujfiresafetycop.in પર જઈને અરજી કરવાની રહેશે. આ નોટિસ જાહેર થયેથી 30 દિવસની અંદર સર્ટિફિકેટ મેળવી લેવા જણાવાયું છે. જો આમ કરવામાં નહીં આવે તો કાનૂની જોગવાઈ પ્રમાણે પેનલ્ટી તેમજ સીલ કરવા સુધીના કાર્યવાહી કરવામાં આવશે.