મૃતક વ્યક્તિ વિશે કોઈ પાસે જાણકારી હોય તો પોલીસ સ્ટેશનના નં.6359626066 અથવા તપાસ કરનાર પો.હે.કોન્સ.ના 9904713247 ઉપર સંપર્ક કરવોમોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં અજાણ્યા કારણોસર મૃત્યુ પામનાર મૃતકની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.મોરબીએ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા. 14-9-2025ના 12:10 કલાક પહેલા કોઇપણ સમયે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં સ્પેલ કારખાના તરફ તેમજ વાડી વિસ્તાર તરફ જતા કાચા રસ્તા પાસે ટ્રેસા કારખાનાની પશ્ચિમ દિવાલ પાસે અજાણ્યા કારણોસર મૃત્યુ પામતા તેની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. કરાવી ત્યાંના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.હે.કોન્સ.ના 9904713247 અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર 6359626066 પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.