લેખિત અને મોબાઈલ એસએમએસ દ્વારા ફરિયાદ કરી હોવા છતાં નિકાલ ન થયો હોવાના સ્થાનિકોના આક્ષેપોમોરબી: મોરબીના નાની બજાર વિસ્તારમાં આવેલી ત્રીકમ રાયજી મંદિરની સામેની શેરી, વણકર શેરી અને મોલાઈ રાજ શેરીમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. આ સમસ્યા અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા લેખિત અને મોબાઈલ એસએમએસ દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં, આ સમસ્યાનો નિકાલ ન થયો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે. ગટરનું ગંદુ પાણી શેરીઓમાં ફેલાવાને કારણે આસપાસના રહેવાસીઓને ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશ ઈબ્રાહીમ વેગડીએ આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જો તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે, તો હાલમાં કમળો અને તાવ જેવા રોગોના કેસોમાં વધારો થવાની શક્યતા છે. જેથી સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.