રહીશો દ્વારા અનેક વખત આવેદન આપવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાંમોરબી : મોરબીમાં લાઈન્સનગરમાં વરસાદી પાણીનો તાત્કાલીક અસરથી નિકાલ કરવા બાબતે રહીશો દ્વારા ડ્રેનેજ વિભાગ મોરબી મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં લાઈન્સનગરમાં છેલ્લા ત્રણ - ચાર વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે રૂબરૂ, લેખિત અને મૌખિક આવેદન કરવામાં આવે છે. આ વિસ્તારની કફોડી હાલતથી માહિતીગાર કરવા છતાં આજદિન સુધી મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ગત વર્ષે પણ નગરપાલિકાના દ્વારા પાણીનો નિકાલ કરી ગટરવ્યવસ્થા કરવા વચન આપવામાં આવ્યું હતું જે કાંઈ થયું નથી. લાઈન્સનગરમાં ચારથી પાંચ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જાય છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે. અને માંદગી ફેલાઈ છે. આ ઉપરાંત વરસાદી પાણી ઘરમાં ઘુસી જાય છે. જેના કારણે પાણીજન્ય રોગગો ફેલાવાની ભીતિ રહે છે. ત્યારે લાઇન્સનગર વાસીઓની આ વેદના સમજી તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ કરવા માંગ કરવામાં આવી છે.