મોરબી : મોરબીની Always Ceratech કંપની દ્વારા શ્રમિકો તથા સુપરવાઈઝરો માટે પરિવાર સાથે દ્વારકા નગરી, દ્વારકાધીશના દર્શન તથા નાગેશ્વર જ્યોતિર્લિંગ પ્રવાસનું આયોજન કરાયું હતું. જેમાં કંપનીમાં કામ કરતાં તમામ શ્રમિકો અને સુપરવાઈઝરો પરિવાર સાથે જોડાયા હતા અને આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં કંપનીના ભાગીદારો રાજુભાઈ વિરમગામા, નિતિનભાઈ, હિતેશભાઈ દેત્રોજા તથા સતિશભાઈ બોપલીયાએ ભાગ ભજવ્યો હતો.