મોરબી : તારીખ 14 સપ્ટેમ્બર ને રવિવારના રોજ મોરબીના સરસ્વતી શિશુ મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા રાષ્ટ્ર સમૂહ ગાન સ્પર્ધા અને ભારત કો જાનો પ્રશ્ન મંચ સ્પર્ધાનું જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રાષ્ટ્ર સમૂહ ગાન સ્પર્ધામાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલની ટીમે પ્રથમ નંબરે વિજય મેળવ્યો છે.જેમાં રાષ્ટ્ર સમૂહ ગાન સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનાં બાળ કલાકારો એવા વિદ્યાર્થીઓએ પોતાની આગવી કલા દ્વારા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વિજેતા વિદ્યાર્થીઓમાં વેદાંશી આચાર્ય, આર્યા ખેર, ઉર્વા ચારોલા, યાના પોપટ, વૃંદા સિનોજીયા, સાંચી રાજા, કવન પટેલ, ધ્યાન કડીવાર, સાથે રિધમમાં સહાયક તેવા વિદ્યાર્થીઓ કાસુંદ્રા ગ્રંથ, હિરવા ત્રિવેદી, પ્રણવ પરેચાએ તાલ પુરાવતા ગીતને શોભા આપવી હતી. તમામ વિદ્યાર્થીઓને તૈયારી કરાવનાર શિક્ષક તુષાર ભાઈ ત્રિવેદી અને ભાર્ગવભાઈ દવે દ્વારા માર્ગદર્શન અપાયું હતું. મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મોરબી જિલ્લાનું તેમજ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનું ગૌરવ વધારવા બદલ શાળા તરફથી તમામને અભિનંદન પાઠવાયા છે. વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનાં સંચાલક અને પ્રિન્સિપાલ અને સહ સંયોજક દ્વારા તમામ વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં પણ ઝોન કક્ષાએ પોતાની કલાના કામણ પાથરી સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે..