ટંકારા : ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના બાળકો દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા કક્ષાએ શાળાકીય રમતોત્સવ SGFI એથ્લેટિક રમતમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું છે. જેમાં બહેનોમાં સિંગાડ પિન્કી 100 મીટર દોડમાં પ્રથમ નંબર અને લાંબીકૂદમાં દ્વિતીય, નાયકા રીના ચક્ર ફેકમાં દ્વિતીય, ઝાલા અંજનાબા લાંબીકુદમાં તૃતીય તથા ભાઈઓમાં ભુરીયા રાહુલ ચક્રફેંકમાં પ્રથમ તથા 400 મીટર દોડમાં દ્વિતીય, ડામોર ઈતને 800 મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શાળાના શિક્ષક તથા રમતગમત કોચ ખટાણા મનસુખભાઈએ આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શાળાના આચાર્ય જાનકીબેન અગ્રાવત બાળકોને બીરદાવે છે તથા શાળા પરિવાર તેમજ SMC અને ગ્રામજનો બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તથા રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવે છે.