માળિયા (મિયાણા) : આજે 15-09- 2025 ના રોજ મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે શાળાના વિદ્યાર્થીઓ પોતાના બ્લડ ગ્રુપથી પરિચિત બને તેમજ ભવિષ્યમાં તેનો સહેતુક ઉપયોગ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે 'ચાલો બ્લડ ગ્રુપ જાણીયે' કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડના કર્મચારી દિનેશભાઈ ગોગરા, દેવજીભાઈ ડાભી, સંજયભાઈ મૂળિયા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય બી.એન. વિડજાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો દ્વારા આ તકે સમગ્રલક્ષી સુનિયોજિત વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સુંદર મજાના બ્લડ ગ્રુપ ચેકઅપ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ હોશભેર જોડાયા હતા. કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાના બ્લડ ગ્રુપથી પરિચિત બન્યા હતા. કાર્યક્રમના અંતે આ સેવા યજ્ઞમાં જોડાવા બદલ શાળાના આચાર્ય બી. એન.વિડજા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડ તેમજ ઉપસ્થિત કર્મચારીઓનો સહૃદય આભાર વ્યક્ત કરાયો હતો.