IMAના નવા પ્રેસિડેન્ટ તરીકે ડૉ. સુષ્મા દુધરેજીયા, સેક્રેટરી તરીકે ડૉ. દિપ ભાડજા અને ડૉ. જયેશ સનારિયાને ખજાનચીનો ચાર્જ સાંભળ્યોમોરબી: ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), મોરબી બ્રાંચની વર્ષ 2024-25ની ટીમનો કાર્યકાળ પૂરો થતાં, 14 સપ્ટેમ્બરના રોજ નવા વર્ષ માટે દેવ ફાર્મ પાર્ટી પ્લોટ, એસ.પી. રોડ ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં IMAની ગત ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સાથે જ, વર્ષ 2025-26 માટે નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ડૉ. સુષ્મા દુધરેજીયાને પ્રેસિડેન્ટ, ડૉ. દિપ ભાડજાને સેક્રેટરી અને ડૉ. જયેશ સનારિયાને ખજાનચી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.નવી ટીમને ગત ટીમના હોદ્દેદારો જેમાં પ્રેસિડેન્ટ ડૉ. અંજનાબેન ગઢિયા, સેક્રેટરી ડૉ. હીના મોરી અને ખજાનચી ડૉ. ચિરાગ અઘારા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, સિનિયર IMA મેમ્બર્સ ડૉ. કગથરા, ડૉ. સતીશ પટેલ, ડૉ. ભૂત અને અન્ય તમામ સભ્યોએ પણ નવી ટીમને આવકારીને શુભકામનાઓ આપી હતી.