મોરબી: પીપળીયા ચાર રસ્તા પાસે આજે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ મહાકાય ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે ત્રણેય ડમ્પરોને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે સદનસીબે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.