મોરબી : રાજકોટના SAG સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 14 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી રાજ્યસ્તરીય પ્રતિષ્ઠિત બોડીબિલ્ડિંગ સ્પર્ધા 'ગુજરાત કેસરી યોદ્ધા 2025”માં મોરબીના યુવાને વિશેષ સફળતા હાંસલ કરી છે. આ સ્પર્ધામાં Jr. Men's Physique – Jr. above 170 Cm કેટેગરીમાં મોરબીના કાનાણી ઉત્સવ કીર્તિકુમારે સમગ્ર ગુજરાતમાંથી તૃતિય ક્રમ પ્રાપ્ત કરીને મોરબીનું નામ રોશન કર્યું છે.ઉત્સવના કોચ જયભાઈ તન્નાના માર્ગદર્શન હેઠળ મળેલ આ સિદ્ધિ મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત છે. સ્પર્ધામાં અનેક ખ્યાતનામ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ઉત્સવે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ન્યાયાધીશોને પ્રભાવિત કર્યા હતા.ખાસ વાત એ છે કે, ઉત્સવ કાનાણીએ 1 વર્ષના સ્ટ્રિક્ટ ડાયેટ અને કઠોર પરિશ્રમની સફર બાદ આ સિદ્ધિ મેળવી છે. આ સફર બાબતેની માહિતી તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @iam.uk.08 પર શેર કરી છે.