સામાકાઠે, કેસરબાગ અને નઝરબાગ હેડવર્કસથી 2 દિવસ તેમજ ઉમાટાઉનશીપ હેડવર્કસથી 3 દિવસ પાણી વિતરણ બંધ રખાશેમોરબી : મોરબીમાં પાણીની લાઈનની કામગીરીને કારણે તા.18થી 22 સપ્ટેમ્બર સુધી પાણી વિતરણની કામગીરી ખોરવાશે. જેમાં સામાકાઠે, કેસરબાગ અને નઝરબાગ હેડવર્કસથી 2 દિવસ તેમજ ઉમાટાઉનશીપ હેડવર્કસથી 3 દિવસ પાણી વિતરણ બંધ રહેશે.મોરબી મહાપાલિકાની વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવાયું છે કે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ છે. આ બ્રિજની પિલરની કામગીરીમાં પાણીની લાઈન વચ્ચે નડતર રૂપ છે. જેથી તે પાણીની લાઈનને અન્ય જગ્યાએ ખસેડવી પડે તેમ છે. મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈનની સીફટીંગની કામગીરી તા.18થી 22 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે. જે કારણસર સામાકાઠે, કેસરબાગ અને નઝરબાગ હેડવર્કસથી 2 દિવસ તેમજ ઉમાટાઉનશીપ હેડવર્કસથી 3 દિવસ પાણી વિતરણ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે ક્યાં દિવસે ક્યાં વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. તે અંગેની સ્પષ્ટતા મહાપાલિકા દ્વારા કરવામાં આવી નથી.