પુલના એક્સપાન્સન જોઈન્ટ બદલવા એક મહિના માટે પુલને બંધ કરાશેમોરબી : આજના સમયમાં બનેલા પુલ 30થી 40 વર્ષમાં જ ખડભડી ઉઠે છે ત્યારે મોરબી શહેરમાં રાજાશાહી સમયમાં બનેલ 145 વર્ષ જુના પાડાપુલ આજે પણ અડીખમ ઉભો છે. જો કે, દોઢ દાયકા જુના આ પુલમાં જેકેટિંગ એટલે કે, પ્લાસ્ટર, બેરિંગ, અને એક્સપાન્સન જોઈન્ટનું કામ કરી પુલને વધુ મજબૂતાઈ પ્રદાન કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 1.30 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી જાન્યુઆરી માસ સુધીમાં પુલની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારને જોડવા માટે 1879માં મોરબીના રાજવી શ્રી વાઘજી ઠાકોર દ્વારા મુંબઈના ગવર્નર સર રિચર્ડ ટેમ્પલના હસ્તે રૂપિયા 4 લાખના ખર્ચે મચ્છુ નદી ઉપર 800 મીટર લાંબો પુલ બનાવવાનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું અને 1880માં પુલનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. જો કે, પાડા પુલ બન્યાના 145 વર્ષ બાદ પણ આજે આ પુલ અડીખમ ઉભો છે ત્યારે હાલમાં પુલમાં કેટલીક જગ્યાએ પ્લાસ્ટર જર્જરિત થયું હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 1.30 કરોડના ખર્ચે રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગ મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, આગામી જાન્યુઆરી માસ સુધીમાં પુલને જેકેટિંગ, બેરિંગ બદલવા સહિતની કામગીરી પૂર્ણ કરી લેવાશે. સાથે જ પુલના એક્સપાન્સન જોઈન્ટ બદલવા માટે નવેમ્બર-ડિસેમ્બરમાં એક મહિના માટે પુલને બંધ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.આખલા પુલ હોવા છતાં પાડા પુલની ઓળખમોરબી શહેરને સામાકાંઠા વિસ્તાર સાથે જોડાતો પુલ 1880માં નિર્માણ થયા બાદ પુલની બન્ને તરફ સશક્ત આખલાઓની પ્રતિકૃતિ મુકવામાં આવી હોવાથી આ પુલ હકીકતમાં આખલા પુલ છે. જો કે વર્ષોથી લોકો આ પુલને આખલા પુલને બદલે પાડા પુલથી જ ઓળખી રહ્યા છે. પુલ નિર્માણ માટે મોરબીના રાજવી વાઘજી (બીજા) ઉર્ફે ગગુભાએ રૂપિયા 4 લાખનો ખર્ચ કર્યો હતો. આજે 145 વર્ષ બાદ પુલના રીપેરીંગ માટે જ 1.30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે.પુલ પર રહેલા આખલા અને ઘોડા ઈંગ્લેન્ડથી આવેલામોરબીના રાજવી વાઘજી ઠાકોરને બુલ ફાઇટનો શોખ હોવાથી તેમણે પુલની વચ્ચે બંને સાઈટ પર બે આખલા અને અને પુલની શરૂઆતમાં બંને સાઈટ પર બે ઘોડા કે જેનું નામ રોયલ અને ડોલર રાખવામાં આવ્યું જેને રાજવીએ ઈંગ્લેન્ડથી મંગાવ્યા હતા. જે આજે પણ પુલની શોભા વધારી રહ્યા છે 1979માં મચ્છુ જળહોનારત સમયે પુલ તૂટ્યો હતો.મોરબીમાં 1979માં મચ્છુ જળહોનારત વખતે મોરબીના રાજાશાહી સમયના આખલા પુલને નુકશાન પહોંચ્યું હતું અને સામાકાંઠા તરફનો એક ભાગ તૂટી જતા આ પુલને રીપેર કરવામાં આવ્યો હતો. જે બાદમાં 1983 -84માં પુલ ફરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે, પુલ નિર્માણના 145 વર્ષ અને રીપેરીંગના 42 વર્ષ જેટલા સમય પછી પણ પુલ પૂર્ણ મજબૂત સ્થિતિમાં હોવાનું માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું હતું.સામાકાંઠાને જોડતો બીજો પુલ 2004માં બન્યોમોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં જવા માટે વર્ષ 2004 સુધી એક માત્ર આખલા પુલ જ હતો. જો કે, મોરબીની વસ્તી વધતા વર્ષ 2001માં સામાકાંઠા વિસ્તાર માટે આખલા પુલની અડોઅડ મયુર પુલનું નિર્માણ શરૂ કરાયું હતું જે વર્ષ 2004માં પન થતા સામાકાંઠાથી શહેરમાં આવાગમન માટે બે પુલ કાર્યરત થયા હતા. સાથે જ નદીમાં પણ એક કોઝવે બનતા હાલમાં સામાકાંઠા વિસ્તાર માટે કુલ ત્રણ પુલ ઉપલબ્ધ બન્યા છે.પુલ રીપેર થયા બાદ મહાનગર પાલિકાને સોંપાશેમોરબી શહેરની શાન સમાન ઐતિહાસિક આખલા પુલને વધુ મજબૂતાઈ પ્રદાન કરવાની કામગીરી હાલમાં ચાલુ છે ત્યારે મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, સામાકાંઠા વિસ્તારને જોડતા પુલનું રીપેરીંગ કાર્ય પૂર્ણ થયા બાદ વિધિવત રૂપે આ પુલ મહાનગર પાલિકાને સોપવામાં આવશે.ટંકારા - ધ્રોલ રોડના બ્રીજનું રીપેરીંગ કામ પણ શરૂમોરબીના ટંકારાથી જામનગરના ધ્રોલ તાલુકાને જોડતા માર્ગ ઉપર આવેલ આજી નદી ઉપરના મેજર બ્રિજને પણ વધુ મજબૂતાઈ આપવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં રૂપિયા 70 લાખના ખર્ચે રીપેરીંગ કાર્ય ચાલુ છે. આજી નદી પરના આ પુલની રેલિંગ તેમજ જેકેટિંગ કામગીરીને કારણે મભરે વાહનો માટે હાલમાં આ પુલ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે.