18 કેન્દ્રો ઉપર 5024માંથી માત્ર 2583 ઉમેદવારોએ હાજર રહી પરીક્ષા આપી મોરબી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોરબીમાં આજે મહેસુલી તલાટી વર્ગ-3 માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અડધો અડધ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. બીજી તરફ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષા સંપન્ન થઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસુલી તલાટીની ભરતી માટે આજે રવિવારે રાજ્યભરમાં પરીક્ષા લેવામાં આવી હતી. જે અંતર્ગત મોરબી ખાતે 18 કેન્દ્રના 168 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. મોરબીના કેન્દ્રોમાં પરીક્ષા આપનાર કુલ ઉમેદવારોની સંખ્યા 5024 હતી. જેમાંથી 2583 ઉમેદવારો હાજર રહ્યા હતા. બાકીના 2441 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ 48.59 ટકા ઉમેદવારોની આ પરીક્ષામાં ગેરહાજરી રહી હતી.