મોરબી: મોરબી પોલીસે મહેસૂલ તલાટીની પરીક્ષા આપવા આવતા ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. મોરબી શહેરમાં કુલ ૧૮ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાશે. ત્યારે પરીક્ષા આપવા આવતા ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ સમયસર તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે પોલીસ ટ્રાફિક શાખા દ્વારા મહત્વનું પગલું લેવાયું છે. કટોકટીના સંજોગોમાં અથવા કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત ઊભી થાય, તો ઉમેદવારોને પોલીસનો સંપર્ક કરવા જણાવાયુ છે. જેમાં પોલીસ કંટ્રોલ રૂમ, મોરબીનો નંબર ૦૨૮૨૨-૨૪૩૪૭૮/૮૦, મો. ૭૪૩૩૯ ૭૫૯૪૩ અને ૧૧૨ છે. તેમજ નવા બસ સ્ટેન્ડ ખાતે પો.સબ.ઇન્સ. ડી.બી. ઠક્કર (મો. ૯૯૦૯૪ ૯૧૫૦૦), એ.એસ.આઇ. નાગદાન કિશોરદાન (મો. ૯૭૧૨૬ ૦૧૦૬૦), અને પો.કોન્સ. દેવાયતભાઈ દેવરાજભાઈ (મો. ૯૮૨૫૫ ૨૭૪૩૭) નો સંપર્ક કરવા જણાવાયુ છે. જુના બસ સ્ટેન્ડ ખાતે પો.સબ.ઇન્સ. એચ.વી. સોમૈયા (મો. ૯૯૨૫૧ ૪૧૮૩૩), પો.કોન્સ. મહેશભાઈ ડાયાભાઈ (મો. ૭૨૬૫૮ ૦૯૪૨૪), અને પો.કોન્સ. શૈલેષભાઈ મહેશભાઈ (મો. ૯૩૧૬૮ ૮૮૫૯૩), રેલવે સ્ટેશન ખાતે પો.હેડ.કોન્સ. નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ (મો. ૯૮૨૫૦ ૫૫૭૧૩), અને પો.કોન્સ. ભાવેશભાઈ લાખાભાઈ (મો. ૯૩૧૬૮ ૮૮૫૯૩), ગેડા સર્કલ ખાતે પો.હેડ.કોન્સ. રમેશભાઈ દેવજીભાઈ (મો. ૮૮૪૯૫ ૯૩૦૧૨), પો.હેડ.કોન્સ. રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ (મો. ૯૭૧૨૦ ૩૩૫૫૯), અને પો.કોન્સ. સાલેમામદભાઈ હાજીભાઈ (મો. ૯૯૭૪૩ ૬૯૫૭૦) નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. પોલીસે ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે અપીલ કરાઈ છે.