હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા ભુપતભાઇ હમીરભાઈ ઉઘરેજા ઉ.65 નામના વૃદ્ધ ગત તા.24 ઓગસ્ટના રોજ પોતાની વાડીએ હતા ત્યારે માથું દુઃખતું હોય પોતાની પાસે રહેલી તાવ કળતરની પાંચ - છ ગોળીઓ એક સાથે પી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.30 ઓગસ્ટના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.